Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંવિધાન દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

ભારતના બંધારણના (Constitution of India) ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર (Doctor Baba Saheb Ambedak) 26મી નવેમ્બરે સંવિધાન એટલે કે બંધારણ મૂક્યું હતું અને ત્યારથી આ દિવસને સંવિધાન દિવસ  (Constitution Day) તરીકે મનાવવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભરૂચમાં (Bharuch) ફુલહાર અર્પણ કરી સંવિધાનનું માન સન્માન જળવાય તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.26 નવેમ્બર  સંવિધાન દિવસ નિમિત્તે બામસેફ ઈન્સાફ  બી.એમ.જી (ભાàª
સંવિધાન દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
ભારતના બંધારણના (Constitution of India) ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર (Doctor Baba Saheb Ambedak) 26મી નવેમ્બરે સંવિધાન એટલે કે બંધારણ મૂક્યું હતું અને ત્યારથી આ દિવસને સંવિધાન દિવસ  (Constitution Day) તરીકે મનાવવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભરૂચમાં (Bharuch) ફુલહાર અર્પણ કરી સંવિધાનનું માન સન્માન જળવાય તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
26 નવેમ્બર  સંવિધાન દિવસ નિમિત્તે બામસેફ ઈન્સાફ  બી.એમ.જી (ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગ) દ્વારા આયોજીત સંકલ્પ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો, જેમાં બામસેફ ગુજરાત મહામંત્રી મા. વિનયભાઈ સોલંકી, ઈન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મા. મોહનભાઈ પરમાર, બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મા. બહેચરભાઈ રાઠોડ, બી. એમ. જી. રાષ્ટ્રીય સંયોજક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સંવિધાન પ્રસ્તાવના ની પ્રતિજ્ઞા લીધી હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર વિધિ કરી હતી.  
૨૬ નવેમ્બર ભારતીય સંવિધાન દિવસ હોય કે જ્યારે ભારતરાષ્ટ્રનાં નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્વતંત્ર ભારતરાષ્ટ્રનું અમૂલ્ય એવું માનવીય મૂલ્યો જેવા કે સમતા ન્યાય સ્વતંત્રતા એવં બંધુત્વતા આધારિત સંવિધાન ઘડીને રાષ્ટ્રને સુપ્રત કર્યું હતું જેમાં પ્રજા નાં દેશ ની બાગડોર આપતાં કહ્યું હતું કે આજ થી પ્રજા પોતાની સરકાર ચુંટીને શાસન કરશે અને સૌ સંગઠિત થઈ રાષ્ટ્રનો વિકાસ કરશે તેમજ લોકશાહીનો મર્મ સમજાવતાં કહ્યું હતું કે લોકો થી લોકો વડે લોકો માટે બનતી સરકાર એ લોકશાહી.. જેનાં મત વધારે એની સરકાર પરંતુ આજે દેશની પરિસ્થિતિ સૌ જાણે છે તો આપણે સૌ આ સંવિધાન દિવસ નિમિત્તે સંગઠિત થઈ તેની પ્રતિજ્ઞા કરી આપણું રાષ્ટ્રીય તથા સામાજિક ઋણ અદા કરીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.